Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                           

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું.

આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલે વિદાય લેતાં બાળકોની સ્મૃતિ ભેટ સહર્ષ સ્વીકારી તેમને આશીર્વચનો પાઠવ્યા હતાં. 




Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું