ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા.
આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર
ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની પહિન્દ વિધી કરી ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશિર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્યશ્રી નરહરિભાઈ અમીન , ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે, ગાંધીનગર એસ. પી શ્રી વાસમશેટ્ટી રવિતેજા, મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી... Posted by Info Gandhinagar GoG on Saturday, July 6, 2024
Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ મા કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment